ઉદ્દેશ આધારિત સ્કીમ્સ

1) ગ્રોથ સ્કીમ્સ

ગ્રોથ સ્કીમ્સની રચના મધ્યથી લાંબે ગાળે મૂડી વૃદ્ધિ દ્વારા સારામાં સારું વળતર આપવા કરાયેલી હોય છે. આમનાનાણાંનો મોટા ભાગના હિસ્સો ઇક્વિટીઝમાં રોકાયેલો હોય છે. એટલે આવી સ્કીમ્સના મૂલ્યમાં ટૂંકા ગાળા માટે ઘટાડો થઇ શકે પણ તેઓ પોતાના ફળ લાંબે ગાળે આપે છે. જે રોકાણકારો તેમની આવકના પ્રાથમિક વર્ષોમાં છે તેમના માટે આ એક આદર્શ વિકલ્પ છે.

2) ઇન્કમ સ્કીમ્સ

તમને જો નિયમિત અને એકધારું વળતર જોઈતું હોય તો તમે ઇન્કમ સ્કીમ્સ પસંદ કરી શકો છો. આવી સ્કીમ્સ હેઠળ સામાન્ય રીતે બોન્ડ્સ અને કોર્પોરેટ ડિબેન્ચર્સ જેવી નિશ્ચિત આવકવાળી સિકયુરિટીઝમાં રોકાણ કરાતું હોય છે. આ સ્કીમ્સ હેઠળ મળનારાં વળતરો ગ્રોથ સ્કીમ્સ હેઠળ મળનારાં વળતરો જેટલા આકર્ષક ન હોય તો ય ઇક્વિટી સ્કીમ્સની સરખામણીમાં તેઓ એકધારાં અને ઓછાં જોખમી હોય છે. જો તમે નિવૃત હોવ અથવા મૂડીની સ્થિરતા ઈચ્છતા હોવ અને તમારી વર્તમાન આવક સાથે કોઈ પૂરક આવક ઈચ્છતા હોવ તો ઇન્કમ સ્કીમ અપનાવો.

3) બેલેન્સ્ડ સ્કીમ્સ

બેલેન્સ્ડ ફંડસ તમને આપે છે ગ્રોથ અને ઇન્કમ સ્કીમ્સના ઊત્તમ પાસાંઓનો લાભ. બેલેન્સ્ડ ફંડ ઇક્વિટીઝ તેમજ નિશ્ચિત આવકની સિક્યુરીટીઝ એમ બંનેમાં રોકાણ કરે છે. તેમનાં વળતરોમાં પ્યોર ઇક્વિટી ફંડ્સમાંથી મળનારાં વળતરો કરતાં ચંચળતા ઓછી હોય છે.

4) લિકવિડ સ્કીમ્સ

 લિકવિડ સ્કીમ્સ, મની માર્કેટ(નાણાં બજારની) સ્કીમ્સ તરીકે પણ ઓળખાય છે. આવી સ્કીમ્સ હેઠળ સામાન્ય રીતે વધુ સલામત એવાં ટૂંકી મુદતનાં સાધનો જેમ કે ટ્રેઝરી બિલ્સ, સર્ટીફિકેટ્સ ઓફ ડિપોઝિટ, કમર્શિયલ પેપર અને સરકારી સીક્યુરીટીઝમાં રોકાણ કરવામાં આવે છે. તમારું વધારાનું ભંડોળ ટૂંકી મુદત માટે લિક્વિડ સ્કીમ્સમાં રોકવા માટે આ એક ઉત્તમ યોજના છે.

5) ગિલ્ટ ફંડ

જો તમે સુરક્ષિતતા ઈચ્છનાર ખેલાડીઓમાંના એક હોવ તો ગિલ્ટ ફંડમાં રોકાણ કરો. આવા ફંડસ ફક્ત શૂન્ય ક્રેડિટ જોખમ ધરાવનાર સરકારી સિક્યુરિટીઝમાં જ રોકાણ કરે છે. આવી સ્કીમ્સની એનએવી વ્યાજ દરોમાં થનાર ફેરફાર તેમજ આવક તથા ઋણ આધારિત યોજનાઓના કિસ્સામાં અન્ય આર્થિક પરિબળોને આધારે નિર્ધારિત થાય છે.

6) ટેકસ સેવિંગ સ્કીમ્સ

જો તમે કર બચાવવા માટે રોકાણ કરતા હોવ તો આ સ્કીમ્સ અપનાવો. તેઓ હાલમાં આવક વેરા ધારાની કલમ 80c હેઠળ રોકાણકારોને તેમની કુલ આવકમાંથી કર કપાતનો લાભ આપે છે. કોઈ પણ ઇક્વિટી લિન્ક્ડ સેવિંગ્સ સ્કીમ્સ(ELLS)માં કરાયેલું મૂડીરોકાણ દરનાણાંકીય વર્ષે રૂ।. 1,00,000/- સુધીની કરકપાતને પાત્ર છે. ટેક્સ સેવિંગ્સ વૃદ્ધિ આધારિત હોય છે અને તે હેઠળ મુખ્યત્વે ઇક્વીટીઝમાં રોકાણ કરવામાં આવે છે.ઇન્ડેક્સ ફંડ્સ બીએસઈ સેન્સિટીવ ઇન્ડેક્સ, એસ એન્ડ પી એનએસઈ 50 ઇન્ડેકસ (નિફ્ટી) વગેરે જેવા ચોક્કસ સૂચકાંકના પોર્ટફોલિઓની પ્રતિકૃતિ છે. આ સ્કીમ્સ સિક્યુરીટીઝમાં એટલા જ પ્રમાણમાં રોકાણ કરે છે જેટલું તેમનું સૂચકાંકમાં વજન હોય.

7) ક્ષેત્ર આધારિત ફંડ્સ

ક્ષેત્ર આધારિત ફંડ્સ ચોક્કસ ઉદ્યોગ અથવા ક્ષેત્રોમાં રોકાણ કરીને તેમાં આવનારી તેજી અથવા સંભવિત ઉચ્ચ વલણનો લાભ લે છે. એટલે જો સોફ્ટવેર અથવા ફાર્માસ્યુટિકલ ક્ષેત્ર સારી કામગીરી બજાવશે એવી શક્યતા હોય તો તમારા માટે એવા ફંડ્સ હોય છે જેઓ ફક્ત આવા ક્ષેત્રોના શેરોમાં જ રોકાણ કરે. આવા ક્ષેત્રોમાંથી મળનારાં વળતરોનો આધાર જે તે ક્ષેત્રો અથવા ઉદ્યોગોની કામગીરી પર હોય છે. આવા ફંડ્સ સારામાં સારું વળતર આપી શકે છે પરંતુ વિવિધ ક્ષેત્રોમાં રોકાણ કરનાર વૈવિધ્યકૃત ઇક્વિટી ફંડ્સની તુલનામાં તેઓ વધુ જોખમી હોય છે.

Pages: 1 2 3 4