મ્યુચ્યુઅલ ફંડસમાં રોકાણ કરવાના આગવા લાભ

તમને મળે છે નિષ્ણાતોનું માર્ગદર્શન (Profssinal Management)

દરેક મ્યુચ્યુઅલ ફંડ પાસે ઘણાં વ્યવસાયીઓ કાર્યરાત હોય છે જેમનું કામ તમારા માટે સતતનાણાં બજારનો અભ્યાસ કરતા રેહવાનું હોય છે. તેઓ બજારના પ્રવાહો અને વિવિધ ક્ષેત્રો તથા કંમ્પનીઓની સંભાવનાઓ પર સંશોધન અને વિસ્લેષણ કરે છે. આ એવું કામ છે જે તમારા માટે એકલા હાથે કરવું મુશ્કેલ છે. એટલે જયારે રોકાણ સંબંધી સાચો નિર્ણય લેવાનો વખત આવે ત્યારે તમને ખાતરી રહે છે કે તમારા નાણાંનું રોકાણ નિષ્ણાતો દ્વારા થઇ રહ્યું છે.

ઓછામાં ઓછુ જોખમ. સારામાં સારું વળતર.(Low Risk High Return)

મ્યુચ્યુઅલ ફંડ એ એક જ માધ્યમમાં એકત્રિત અનેક રોકાણલક્ષી તકોનું જૂથ છે. સામાન્ય રીતે જો કોઈ એક જ સિક્યુરીટીમાં રોકાણ કરવામાં આવે તો તેના વળતરનો આધાર કંપની કેટલો સારો કે કંગાળ દેખાવ કરે છે તેના પર રહેલો હોય છે. પણ વાત જયારે મ્યુચ્યુઅલ ફંડની આવે ત્યારે તમારાં નાણાંનું રોકાણ વિવિધ કંપનીઓ અને ક્ષેત્રોમાં કરવામાં આવે છે. આમ કરવાથી તમારા રોકાણને એક સરેરાશ વળતર મળી રહે છે. એટલે કે જો બે રોકાણો નિષ્ફળ જાય તો બાકીના રોકાણો તમને સરેરાશ વળતર અપાવી દે.

તમને જોઈએ ત્યારે પૈસા મળી રહે છે(Any Time Liquidity)

જો તમે ખુલ્લી મુદતના મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો તો તમે કામકાજના કોઈ પણ દિવસે એ જ મ્યુચ્યુઅલ ફંડમાથી નેટ એસેટ વેલ્યુ (એનએવી) આધારિત કિંમતે તમાર પૈસા મેળવી શકો છો. બીજી તરફ જો તમે બંધ મુદતની સ્કીમમાં રોકાણ કરો અને જો તે શેરબજારની યાદી પર હોય તો તમે પ્રવર્તમાન બજાર ભાવે તમારા યુનિટ વેચી શકો છો. પણ જો આવી સ્કીમ શેરબજારની યાદી પર ન હોય તો રોકાણકારોને તેમાંથી બહારનીકળવાનો માર્ગ પૂરો પાડવા, કેટલાક બંધ મુદતના ફંડ્સ એનએવી આધારિત કિમતો પર,મુદતી ધોરણે પુનઃખરીદી દ્વારા તમને મ્યુચ્યુઅલ ફંડને જ યુનિટો ફરી વેચવા માટેનો વિકલ્પ આપે છે.

આ એક પરવડનાર રોકાણ વિકલ્પ છે (Affordable)

તમે એકલાએ રોકાણ કર્યું હોતને જે ખર્ચ આવ્યો હતો, તેના કરતા તમે અન્ય રોકાણકારો સાથે મળીને રોકાણ કરો છો એટલે ઓછો રોકાણ ખર્ચ ભોગવવાનો આવે છે એટલે મૂડીબજારમાં સીધેસીધું રોકાણ કરવાની તુલનામાં મ્યુચ્યુઅલ ફંડસમાં રોકાણ કરવાનો તમને ઓછો ખર્ચ આવે છે.

આખી પ્રક્રિયા છે પારદર્શી.(Transparency)

પ્રોપર્ટી જેવા કેટલાક રોકાણોથી ઊલટું અહીં તમે રોજિંદા ધોરણે તમારા રોકાણનું મૂલ્ય જાણી શકો છો.આ ઉપરાંત તમે તમરી સ્કીમ દ્વારા કરાયેલાં મુદીરોકાણો, વિવિધ અસ્કયામતો માટે ફાળવાયેલી મૂડી તેમજ મુદતી ધોરણે ફંડ મેનેજરની રોકાણનીતિ વિશે પણ જાણી શકો છો.

મ્યુચ્યુઅલ ફંડસમાંથી મળનારા વળતરો છે કરમુક્ત (Tax Benefit)

હાલમાં ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાંથી ડિવિડન્ડના રૂપમાં થનારી આવકો કરમુક્ત છે. આ ઉપરાંત ઇક્વિટી સ્કીમમાંથી એક વર્ષ કરતાં વધુ મુદત સુધી કરાયેલા રોકાણ પર થનારી આવક પણ કરમુક્ત છે.(જો તેના પર લાંબી મુદતની મૂડી લાભ લાગુ ન પડતો હોય તો.

તે સેબી દ્વારા સંચાલિત છે (Well Regulated)

બધાં મ્યુચ્યુઅલ ફંડ સિક્યુરીટી અને એકસ્ચેંન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)માં રજિસ્ટર્ડ થયેલા હોય છે અને તેઓ રોકાણકારોનાં હિત જળવાય તેવી સાવચેતીઓં અને નિયમનો હેઠળ કામગીરી બજાવે છે. સેબી શેરબજારો અને તેમની મધ્યસ્થ સંસ્થાઓની કામગીરી બજાવે છે. સેબી શેરબજારો અને તેમની મધ્યસ્થ સંસ્થાઓની કામગીરીનું નિયમનો કામગીરીનું નિયમન તો કરેજ છે ઉપરાંત બજારની દોષી મધ્યસ્થ સંસ્થાઓ પરનાણાકીય દંડ લાદી, સિક્યુરીટી માર્કેટને લગતા કામકાજમાં થનારી છેતરપીંડી અને બેઈમાની તેમજ સિક્યુરીટીઝમાં થનારા ઇન્સાઈડર ટ્રેડીંગને પણ અટકાવે છે.

Pages: 1 2 3 4