નિવૃત્તિ તેની સાથે અનેક ગૂંચવણો અને આશંકાઓ લઇને આવે છે, પરંતુ એવી બચત યોજનાઓ ઉપલબ્ધ છે, જે સલામત અને સુનિશ્ચિત નિવૃત્તિની આવક આપે છે. વર્ષ 2004માં શરૂ કરવામાં આવેલી વરિષ્ઠ નાગરિક બચત યોજના (એસસીએસએસ) એ ભારત સરકાર દ્વારા વરિષ્ઠ નાગરિકોને સલામત રોકાણ દ્વારા નિશ્ચિત વળતર આપવા માટે શરૂ કરવામાં આવી છે. આ યોજના વરિષ્ઠ નાગરિકોને નિવૃત્તિના સમયમાં નિયમિત આવક સુનિશ્ચિત કરે છે.

મૂડીનું રક્ષણ : SCSS માં મૂડી સંપૂર્ણ સલામત છે કારણ કે આ યોજના ગેરન્ટેડ વળતર સાથેની ભારત સરકારની યોજના છે. 

ફુગાવા સામે રક્ષણ : SCSS ફુગાવા સામે રક્ષિત નથી. જ્યારે પણ ફુગાવો ગેરન્ટેડ વળતર કરતાં ઊંચો હોય ત્યારે આ યોજના કોઇ વાસ્તવિક વળતર મેળવતી નથી. પરંતુ જ્યારે ગેરન્ટેડ વ્યાજદર કરતાં ફુગાવો નીચો હોય ત્યારે તે હકારાત્મક વાસ્તવિક વળતર મેળવે છે.

ગેરેન્ટી : આ ડિપોઝિટ પરનો વ્યાજદર દર વર્ષે એપ્રિલ 1 પહેલાં જાહેર કરવામાં આવે છે અને તે સમાન પાકતી મુદતના જી-સેક દર સાથે સંલગ્ન હોય છે અને તેમાં 1 ટકાનો ફર્ક હોઇ શકે છે. હાલમાં, SCSS ડિપોઝિટ પરનો વ્યાજદર 9.20 ટકા વાર્ષિક છે અને તે ત્રિમાસિક રીતે ગણાય છે.

પ્રવાહિતા : અગાઉથી નક્કી કરેલા પાંચ વર્ષના લોક-ઇન છતાં SCSS તરલ છે. આ પ્રવાહિતા શરતો તથા દંડને આધિન ઉપાડના સ્વરૂપમાં આપવામાં આવે છે.

ક્રેડિટ રેટિંગ : SCSS ભારત સરકારની યોજના હોવાથી તેને કોઇ વ્યાપારી રેટિંગની આવશ્યકતા નથી. 

બહાર નિકળવાના વિકલ્પ : મુદત પહેલાં એકાઉન્ટ બંધ કરવા માટે દંડ સાથે મંજૂરી આપવામાં આવે છે.

અન્ય જોખમો : આ રોકાણ સાથે કોઇ જોખમ જોડાયેલું નથી અને આથી તે સંપૂર્ણ રીતે જોખમ રહિત છે.

કરવેરાની અસરો : એપ્રિલ 1, 2007ના દિવસે કે ત્યાર બાદ SCSS માં રોકવામાં આવેલી રકમ આવકવેરાના કાયદાની કલમ 80સી હેઠળ કર કપાતને પાત્ર છે. જો કે ડિપોઝિટ પર મેળવવામાં આવેલું વ્યાજ સંપૂર્ણ રીતે કરપાત્ર છે અને જો વર્ષનું કુલ વ્યાજ રૂ. 10,000થી વધુ હોય તો કર સ્ત્રોત પર જ કપાય છે (ટીડીએસ). જો કે જો આવક કરપાત્ર ના હોય તો વ્યક્તિએ ફોર્મ 15એચ કે 15જી આપવાનું રહે છે જેથી સ્ત્રોત પર જ કર ના કપાય.

ખાતુ ક્યાં ખોલાવવું ?

કોઇપણ હેડ પોસ્ટ ઓફિસ કે જનરલ પોસ્ટ ઓફિસ. 24 ડેઝિગ્નેટેડ રાષ્ટ્રીયકૃત બેન્કોની પસંદગીની શાખાઓઃ ભારતીય સ્ટેટ બેન્ક, સ્ટેટ બેન્ક ઓફ હૈદરાબાદ, સ્ટેટ બેન્ક ઓફ ઇન્દોર, સ્ટેટ બેન્ક ઓફ બિકાનેર એન્ડ જયપુર, સ્ટેટ બેન્ક ઓફ પટિયાલા, સ્ટેટ બેન્ક ઓફ સૌરાષ્ટ્ર, સ્ટેટ બેન્ક ઓફ મૈસુર, બેન્ક ઓફ ઇન્ડિયા, બેન્ક ઓફ મહારાષ્ટ્ર, કોર્પોરેશન બેન્ક, દેના બેન્ક, ઇન્ડિયન બેન્ક, યુનાઇટેડ બેન્ક ઓફ ઇન્ડિયા, વિજયા બેન્ક અને આઇસીઆઇસીઆઇ બેન્ક.

ખાતુ કઇ રીતે ખોલાવવું ?

એક વખત તમે SCSS ખાતુ ખોલાવવા માટે બેન્કની પસંદગી કરી લો ત્યારબાદ તમારે સૌપ્રથમ બેન્કમાં બચત ખાતુ ખોલાવવું પડશે અને તમારે નીચેના દસ્તાવેજોની જરૂર પડશેઃ

યાદ રાખવાના મુદ્દા