રાષ્ટ્રીય બચત પત્ર (NSC) એ લોકપ્રિય અને સલામત નાની બચતનું સાધન છે, જે કર-બચત તથા નિશ્ચિત વળતર ધરાવે છે. આ યોજના સરકારની યોજના છે અને તે પોસ્ટ ઓફિસે પ્રાપ્ય સૌથી વધુ સલામત રોકાણ વિકલ્પો પૈકી એક છે. પોસ્ટ ઓફિસની વહેંચણીની ક્ષમતાના કારણે આ યોજનાની લોકપ્રિયતા વધી છે અને તે તમામ રોકાણકાર વર્ગમાં પ્રિય છે. 

મૂડીની સલામતી : NSCમાં મૂડી સંપૂર્ણ સલામત છે કારણ કે આ ભારત સરકારની યોજના છે અને તે તેને નિશ્ચિત વળતર સાથે જોખમ રહિત બનાવે છે. 

ફુગાવા સામે રક્ષણ :  NSC ફુગાવા સામે રક્ષિત નથી, મતલબ કે જ્યારે ફુગાવો ડિપોઝિટના વ્યાજદરથી ઊંચો હોય ત્યારે તે કોઇ વાસ્તવિક વળતર મેળવતી નથી. જોકે જ્યારે વ્યાજદર ફુગાવા કરતાં ઊંચો હોય ત્યારે તે વાસ્તવિક રીતે ઊંચું વળતર મેળવે છે.

ગેરેન્ટી: NSC પર વ્યાજદર ગેરન્ટેડ છે. હાલમાં એનએસસીમાં પાંચ વર્ષના વિકલ્પમાં 8.5 ટકા તથા 10 વર્ષના વિકલ્પમાં 8.8 ટકા વ્યાજદર છે, જે અર્ધ-વાર્ષિક ગણાય છે. આ ડિપોઝિટ પરનો વ્યાજદર દર વર્ષે એપ્રિલ 1 પહેલાં જાહેર કરવામાં આવે છે અને તે સમાન પાકતી મુદતના જી-સેક દર સાથે સંલગ્ન હોય છે, અને તેમાં પાંચ વર્ષના વિકલ્પમાં 0.25 ટકાનો અને 10 વર્ષના વિકલ્પમાં 0.5 ટકાનો ફર્ક હોઇ શકે છે. 

પ્રવાહિતા : પાંચ વર્ષ અને દસ વર્ષનો અગાઉથી નક્કી થયેલો લોક-ઇન સમયગાળો હોવા છતાં NSC તરલ છે અને આ તરલતા લોનના સ્વરૂપમાં આપવામાં આવે છે. 

ક્રેડિટ રેટિંગ : NSC ભારત સરકારની યોજના હોવાથી તેને કોઇ વ્યાપારી રેટિંગની આવશ્યકતા નથી. 

બહાર નિકળવાનો વિકલ્પ : ત્રણ વર્ષ બાદ અથવા સર્ટિફિકેટ ધારકના મૃત્યુના કિસ્સામાં સમય પહેલાં નાણાં ઉપાડવા શક્ય છે. 

અન્ય જોખમો : સરકારની યોજના હોવાથી આ પ્રોડક્ટમાં બચત સંપૂર્ણ રીતે જોખમ રહિત છે.

કરવેરાની અસરો : એક નાણાકીય વર્ષમાં મહત્તમ રૂ. 1 લાખ સુધીની બચત સુધી એનએસસીમાં કરવામાં આવેલું રોકાણ કલમ 80સી હેઠળ કર કપાતને પાત્ર છે, જેમાં હયાત સર્ટિફિકેટ પર મેળવેલા વ્યાજનો પણ સમાવેશ થાય છે. NSE પર વાર્ષિક ધોરણે મેળવેલું વ્યાજ કુલ આવકમાં ઉમેરવામાં આવે છે અને તેને અન્ય સ્ત્રોતની આવક હેઠળ ગણતરીમાં લેવાય છે અને તેને જ કલમ 80સી હેઠળ બાદ માંગી શકાય છે જેથી વ્યાજ કરમુક્ત બને. 

ક્યાં ખરીદી શકાય?

કઇ રીતે ખરીદવું?

એક વખત તમે રોકાણ કરવા માટેની રકમ નક્કી કરી લો ત્યારબાદઃ 

યાદ રાખવાના મુદ્દા