મોટા ભાગે લોકો બચત અને વીમા અંગે ગૂંચવણ અનુભવતા હોય છે. કેટલીક વખત પૂરતી જાણકારી વગર અણઘડ રીતે વીમા ઉતરાવીને રોકાણકારો પાછળથી અકળામણ પણ અનુભવે છે અને નાણાં પણ ગુમાવે છે. અહીંયા તમે આ તમામ બાબતો સમજાવતું એક સરળ ઉદાહરણ જોશો.

વીમો એ બીજું કાંઇ નહીં, પરંતુ ઇન્શ્યોરર (વીમા કંપની) અને ઇન્શ્યોર્ડ (વીમો ઉતરાવનાર) વચ્ચેનો એક સમજૂતી કરાર છે, જેમાં જો કોઇ અણધારેલી ઘટના ઘટે તો વળતર તરીકે એકરકમ ચૂકવવાનો હેતુ હોય છે.વીમા પોલિસીમાં નક્કી કરવામાં આવેલી રકમ એ મહત્તમ રકમ છે, જેના માટેવીમાધારક દાવો કરી શકે છે.

જો એક માત્ર કમાતી વ્યક્તિ અણધારી રીતે મૃત્યુ પામે તો તેના કુટુંબની સુરક્ષા માટે વીમાનો કોન્સેપ્ટ બજારમાં લાવવામાં આવ્યોછે.
પરંતુ બજારમાં સ્પર્ધાત્મકતા અને વધુ સંખ્યામાં યુનિટો વેચવાના દબાણના કારણે કંપનીઓએ અન્ય ફિચર સાથે વીમા પોલિસીઓ આપવાની શરૂ કરી, જે અન્ય કોઇ રોકાણ પ્રોડક્ટ્સમાં સ્વાભાવિક રીતે સમાવિષ્ટ હોય છે. કમનસીબે, ભારતમાં ગ્રાહકોને વીમા અને નાણાંકીય આયોજન વિશે શિક્ષિત કરવા બહુ ઓછા પગલાં લેવાયા છે. આ આપણી અમૂલ્ય જીંદગી છે, ગ્રાહકોએ તેમના કુટુંબ અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને ખુબ જ સાવચેતી પૂર્વક વીમો ઉતરાવવો જોઈએ.

વીમા અને  રોકાણ વચ્ચેના તફાવત અંગે બહુ ગૂંચવણો છે. રોકાણ એ છે કે જે આપણે હયાતીમાં વાપરવામાટે બચાવીએ છીએ. વીમો એ છે કે જે આપણે આપણી ગેરહાજરીમાં આપણા કુટુંબના ઉપયોગ માટેબચાવીએ છીએ.જેથી કરીને આપણાં અણધાર્યા મુત્યુ પછી કુટુંબના બાકીના સભ્યોના રોજીંદા જીવન ધોરણમાં કોઈ મુશ્કેલી ન પડે.

રોકાણ અને વીમાના ધ્યેય બિલકુલ અલગ છે.

આપણાંમાંના ઘણાં લોકો વીમાપોલિસીને રોકાણ તરીકે ગણે છે. આ જ કારણ છે જેથી સંખ્યાબંધ લોકો આપણને કહેતા રહે છેકે તેમની નવી વીમા પોલિસી કેટલી સારી છે. મને એક સરળ ગણતરી દ્વારા સમજાવવા દો. ધારોકે તમે 20 વર્ષે પાકતી પોલિસી માટે રૂ. 25,000નું પ્રિમિયમ ચૂકવો છો. વીમા એજન્ટેતમને કહ્યું હોય કે તમારા વીમાની પોલિસી રૂ. 5 લાખની છે અને તમે તેટલી જ રકમનુંબોનસ મેળવશો અને તેથી 20 વર્ષના અંતે તમે રૂ. 10 લાખ મેળવશો. આ મોટી રકમ છે અનેસ્વાભાવિક રીતે આપણા પૈકીના મોટાભાગના લોકો આ પોલિસી લેવા લલચાશે.

અહીં આપણે શું ભૂલીએ છીએ?

ધારો કે તમે દર વર્ષે રૂ. 25,000 બેન્ક ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકો છો, જેમાં વાર્ષિક 9 ટકા વ્યાજ મળે છે, તો પાકતી મુદતે કેટલી રકમ થશે એ તમે જાણો છો? તમે મને નહીં માનો, પરંતુ તે રકમ હશે રૂ.13,62,745, જે તમારી વીમા પોલિસી તમને આપે તેના કરતાં રૂ.3,62,745 વધુ છે. (એવું માની લેતા કે તમારા એજન્ટે તમને જે કહ્યું એ સાચું છે અને તમે રૂ. 10 લાખ મેળવત).

તમે વિચારતા હશો કે કઇ રીતે રૂ. 3 લાખથી વધુની રકમ ઘટી ગઇ? જવાબ સરળ છેઃ કમિશન. તમારો એજન્ટ તમારા રોકાણમાંથી આટલી રકમ મેળવે છે અને તેથી તમે માત્ર રૂ. 10 લાખ મેળવો છો.

ટૂંક સારઃ હું આશા રાખું છું કે આ લેખે તમે જે ભૂલો કરી રહ્યા છો તેના અંગે થોડા ખયાલ આપ્યા હશે. મહેરબાનીકરીને આ લેખને પોર્ટફોલિયોની પુનઃ ચકાસણી કરવાના પ્રથમ પગલાં તરીકે લો અને અને જુઓ કે તમે જે વીમા ઉતરાવ્યા છે અથવા તો ઉતરાવવાના છો તે તમારા ભવિષ્યને લક્ષમાં રાખીને બચત અને લાઈફ કવર વચ્ચેનું સમતોલન છે કે નહી?