બેન્ક ફિક્સ્ડ ડિપોઝિટની જેમ કંપની ડિપોઝિટએ એ એવી ડિપોઝિટ છે જે નાણાકીય સંસ્થાઓ અને નોન-બેન્કિંગ ફાયનાન્સ કંપનીઓ (એનબીએફસી)માં નિશ્ચિત મુદત માટે વળતરના નિશ્ચિત દરે મૂકવામાં આવે છે. વ્યાજદરનો આધાર મુદતના ગાળા પર રહે છે અને આ ડિપોઝિટોનું કંપનીઝ એક્ટની સેક્શન 58એ હેઠળ સંચાલન થાય છે.

મૂડીની સલામતી : કંપની ફિક્સ્ડ ડિપોઝિટમાં રહેલી મૂડી સલામત નથી કારણ કે તે મોટાભાગની બેન્ક ડિપોઝિટની જેમ સુરક્ષિત નથી.

ફુગાવા સામે રક્ષણ : કંપની ડિપોઝિટ ફુગાવા સામે રક્ષિત નથી. મતલબ કે જ્યારે ફુગાવો ડિપોઝિટના વ્યાજદરથી ઊંચો હોય ત્યારે તે કોઇ વાસ્તવિક વળતર મેળવતી નથી. જોકે જ્યારે વ્યાજદર ફુગાવા કરતાં ઊંચો હોય ત્યારે તે વાસ્તવિક રીતે ઊંચું વળતર મેળવે છે.

ગેરેન્ટી : કંપની જ્યાં સુધી ડિપોઝિટરોને ચૂકવણું કરી શકે ત્યાં સુધી કંપની ડિપોઝિટ પરનો વ્યાજદર ગારન્ટીડ છે. જોકે ઘણી કંપનીમાં ડિપોઝિટો વિલંબ માટે તથા ચૂકવણીમાં ડિફોલ્ટ માટે જાણીતી છે.

પ્રવાહિતા : ડિપોઝિટો માટે અગાઉથી નિશ્ચિત કરવામાં આવેલો લોક-ઇન સમય હોવા છતાં કંપની ડિપોઝિટો પ્રવાહી છે. શરતોને આધિન ઉપાડના સ્વરૂપમાં પ્રવાહિતા આપવામાં આવે છે.

ક્રેડિટ રેટિંગ : કંપની ડિપોઝિટ ક્રેડિટ રેટિંગ ધરાવતી હોય તે ઇચ્છનીય છે, જે તેઓ ક્રિસિલ, કેર કે ઇકરા જેવી કોઇપણ ક્રેડિટ રેટિંગ એજન્સી પાસેથી મેળવી શકે છે. જેથી કરીને રોકાણકારો કંપનીની આર્થિક સધ્ધરતાને પારદર્શક રીતે મુલ્યાંકન કરી શકે છે.

બહાર નિકળવાના વિકલ્પો

ડિપોઝિટના સમય પહેલાંના ઉપાડની મંજૂરી આપવામાં આવે છે. 

અન્ય જોખમો : આ પ્રોડક્ટ્સમાં બચત જોખમી હોય છે કારણ કે ડિપોઝિટ રક્ષિત નથી હોતી.

કરની અસરો : કંપની ડિપોઝિટમાં મૂકેલી રકમ કે તેના પર મેળવેલું વ્યાજ કોઇપણ પ્રકારની કર રાહતને પાત્ર નથી. વાર્ષિક ધોરણે ડિપોઝિટ પર મેળવેલું વ્યાજ કુલ આવકમાં અન્ય સ્ત્રોતની આવકો માં ગણવામાં આવે છે અને તે મુજબ કર લાગુ પડે છે

ઓનલાઇન પ્રાપ્તિ : મોટાભાગની કંપની ડિપોઝિટો ઓફલાઇન ઓફર કરવામાં આવે છે, સિવાય કે તે બ્રોકિંગ એકાઉન્ટ દ્વારા ઓનલાઇન વેચવામાં આવે.

ડિપોઝિટ ક્યાં શરૂ કરાવવી ?

કઇ રીતે ખરીદવી ?

એક વખત તમે રોકાણ કરવા માંગતા હોવ તે રકમ તથા તેની સમય-મર્યાદા પસંદ કરો ત્યારબાદ તમારે:

યાદ રાખવા જેવી બાબતોઃ