બેન્ક રિકરિંગ ડિપોઝિટ (RD) એ એવા પ્રકારની ડિપોઝિટ છે જેમાં વ્યક્તિ એક નિશ્ચિત સમય-મર્યાદા માટે એક એકાઉન્ટમાં પ્રતિ માસ અગાઉથી નક્કી થયેલી ચોક્કસ તારીખ સુધીમાં નિયમિત રકમની બચત કરે છે. નિશ્ચિત માસિક રોકાણ સેવિંગ્સ બેન્ક એકાઉન્ટ કરતાં ઊંચું વ્યાજ રળે છે. રિકરિંગ ડિપોઝિટ રેટ ડિપોઝિટની મુદત પર આધારિત હોય છે. 

આ પ્રકારની ડિપોઝિટ પર બેન્ક દ્વારા ઓફર કરવામાં આવતો વ્યાજદર ડિપોઝિટ જે સમય માટે જાળવવામાં આવે તે દિવસો, અઠવાડિયા કે મહિનાઓની સંખ્યા પર આધારિત હોય છે. પાકતી મુદતના સમયમાં બહુ લવચિકતા હોય છે, જે 6 મહિનાથી લઇને 10 વર્ષ સુધીની શ્રેણીમાં હોય છે. લાંબા ગાળાની પાકતી મુદતના કિસ્સામાં વ્યાજદર વધુ ઊંચો હોય છે, પરંતુ મોટાભાગે તે જે-તે સમયના વ્યાજદર પર આધારિત હોય છે. 

મૂડીની સલામતિ : રિકરિંગ ડિપોઝિટમાં રહેલી મૂડી સંપૂર્ણ સલામત નથી. થોડા સમય અગાઉ સુધી તમામ બેન્ક ડિપોઝિટ ઇશ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગારન્ટી સ્કિમ ઓફ ઇન્ડિયા હેઠળ વીમા કવચ ધરાવતી હતી, જે હવે વૈકલ્પિક બનાવી દેવાયું છે અને તેના કારણે જો બેન્ક ડિપોઝિટોને વીમા રક્ષિત ના કરતી હોય તો તેને જોખમી બનાવી દે છે.

ફુગાવા સામે રક્ષણ : રિકરિંગ ફુગાવાથી રક્ષિત નથી, મતલબ કે જ્યારે ફુગાવો ડિપોઝિટના વ્યાજદરથી ઊંચો હોય ત્યારે તે કોઇ વાસ્તવિક વળતર મેળવતી નથી. જોકે જ્યારે વ્યાજદર ફુગાવા કરતાં ઊંચો હોય ત્યારે તે વાસ્તવિક રીતે ઊંચું વળતર મેળવે છે.

ગેરેન્ટી : ડિપોઝિટની શરૂઆતના સમયે રિકરિંગ ડિપોઝિટની મુદત માટે વ્યાજદર ફિક્સ અને સુનિશ્ચિત કરવામાં આવે છે.

પ્રવાહિતા : જો ડિપોઝિટ ધારક એકાઉન્ટની અવધિ દરમિયાન ચૂકવણી ના કરી શકે તો પણ રિકરિંગ ડિપોઝિટ તરલ છે. શરતોને આધિન લોન તથા ઉપાડના સ્વરૂપમાં પ્રવાહિતા ઓફર કરવામાં આવે છે.

ક્રેડિટ રેટિંગ : રિકરિંગ ડિપોઝિટો કોઇ ક્રેડિટ રેટિંગ ધરાવતી નથી. 

બહાર નીકળવાનો વિકલ્પ :  મુદત પહેલાં ડિપોઝિટ બંધ કરવાના પગલાંને દંડ સાથે મંજૂરી આપવામાં આવે છે.* 

અન્ય જોખમો :

કરવેરાની અસરો : આ ડિપોઝિટો પર કરવેરાનો કોઇ લાભ મળતો નથી અને પાકતી મુદતે મેળવેલા વ્યાજને આવકવેરાની ગણતરી વખતે અન્ય સ્ત્રોતોની આવક તરીકે ગણતરીમાં લેવાય છે. 

ડિપોઝિટ ક્યાં શરૂ કરાવવી ?

તમે કોઇ પણ રાષ્ટ્રીય, ખાનગી ક્ષેત્રની કે વિદેશી બેન્કમાં રિકરિંગ ડિપોઝિટ શરૂ કરાવી શકો છો. 

ડિપોઝિટ કઇ રીતે ચાલુ કરાવવી ?

ડિપોઝિટ કઇ રીતે ચલાવવી ?

મહત્ત્વના મુદ્દા 

– ડિપોઝિટ શરૂ કરવા માટે જરૂરી લઘુત્તમ રકમ