પોસ્ટ ઓફિસ ટર્મ ડિપોઝિટ (પીઓટીડી) એ બેન્ક ફિક્સ્ડ ડિપોઝિટને સમાન છે, જેમાં તમે નિશ્ચિત સમય માટે નાણાં બચાવો છો અને ડિપોઝિટની મુદત દ્વારા નિશ્ચિત વળતર મેળવો છો. ડિપોઝિટની પાકતી મુદતે મેચ્યોરિટીની રકમ ડિપોઝિટ કરવામાં આવેલી મૂડી અને તેના પર મળેલું વ્યાજ હોય છે.

મૂડીનું રક્ષણPOTDમાં મૂડી સંપૂર્ણ સલામત છે કારણ કે આ યોજના ગેરન્ટેડ વળતર સાથેની ભારત સરકારની યોજના છે.

ફુગાવા સામે રક્ષણPOTDફુગાવા સામે રક્ષિત નથીમતલબ કે જ્યારે પણ ફુગાવો ગેરન્ટેડ વળતર કરતાં ઊંચો હોય ત્યારે આ યોજના કોઇ વાસ્તવિક વળતર મેળવતી નથી. જોકે જ્યારે ગેરન્ટેડ વ્યાજદર કરતાં ફુગાવો નીચો હોય ત્યારે તે હકારાત્મક વાસ્તવિક વળતર મેળવે છે.

ગેરેન્ટી : વ્યક્તિ જે મુદતની પસંદગી કરે તેના પર પીઓટીડીમાં વ્યાજદર ગારન્ટેડ હોય છે, જે એક વર્ષ માટે 8.20 ટકાથી પાંચ વર્ષની ડિપોઝિટ માટે 8.40 ટકા સુધી છે. આ ડિપોઝિટ પરનો વ્યાજદર દર વર્ષે એપ્રિલ 1 પહેલાં જાહેર કરવામાં આવે છે અને તે સમાન પાકતી મુદતના જી-સેક દર સાથે સંલગ્ન હોય છે, અને તેમાં 0.25 ટકાનો ફર્ક હોઇ શકે છે.

પ્રવાહિતાલોક-ઇન છતાં પીઓટીડી એ પ્રવાહી છે. વ્યક્તિ ડિપોઝિટ સામે નાણાં ઉછીના લઇ શકે છે. અથવા મુદત પહેલાં નાણાં ઉપાડી શકે છે.

અન્ય જોખમોઆ રોકાણ સાથે કોઇ જોખમ જોડાયેલું નથી અને તેથી તે જોખમ રહિત છે.

ક્રેડિટ રેટિંગPRDO ભારત સરકાર દ્વારા આપવામાં આવતી હોવાથી તેને કોઇ વ્યાપારી રેટિંગની આવશ્યકતા નથી.

કરવેરાની અસરોઃ પાંચ વર્ષથી ઓછી મુદતની ડિપોઝિટ પર કરવેરાના કોઇ લાભ નથી. પાંચ વર્ષની ડિપોઝિટ મુદત ડિપોઝિટ કરવામાં આવેલી રકમ પર કલમ 80સી હેઠળ કર કપાત માટે યોગ્ય ઠરે છે.

ખાતું ક્યાં ખોલાવવું?

તમે કોઇ પણ હેડ પોસ્ટ ઓફિસ કે જનરલ પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવી શકો છો.

ખાતું કઇ રીતે ખોલાવવું?

એક વખત તમે POTDખાતું ખોલાવવા માટે પોસ્ટ ઓફિસ પસંદ કરી લો ત્યારબાદ તમે પીઓટીડી શરૂ કરાવી શકો છો, જેના માટે તમારે નીચેના દસ્તાવેજોની જરૂર પડશેઃ

એકાઉન્ટ કઇ રીતે ચલાવવું?

યાદ રાખવાના મુદ્દાઃ