પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) એ કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી લાંબા ગાળાની બચત યોજના છે જે બચત પર કરલાભ ઉપરાંત લોક-ઇન સમય બાદ ઉપાડની સુવિધા પણ આપે છે.

આ યોજના જુલાઇ 1, 1968માં અમલમાં આવી હતી અને સ્વરોજગાર મેળવતા તથા અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરતા લોકોને વૃદ્ધત્વમાં આવકની સલામતિ પૂરી પાડવાના ઉદ્દેશ્યથી સરકાર દ્વારા તેને શરૂ કરવામાં આવી હતી. આ યોજના સ્વૈચ્છિક હોવા છતાં સુનિશ્ચિત વળતર તથા બચત પર કરલાભ મળતો હોવાથી તેની લોકપ્રિયતા ખૂબ વધી છે. 

મૂડીનું રક્ષણ : PPF એકાઉન્ટમાં મૂડી સંપૂર્ણ સલામત છે કારણ કે આ ભારત સરકારની યોજના છે અને તે તેને નિશ્ચિત વળતર સાથે જોખમ રહિત બનાવે છે. 

ફુગાવા સામે રક્ષણ : PPF એકાઉન્ટ ફુગાવાથી રક્ષિત નથી જેનો મતલબ એમ થાય છે કે જ્યારે પણ ફુગાવો નિશ્ચિત 8.70 ટકાના વ્યાજદરથી વધુ હોય ત્યારે ડિપોઝિટ કોઇ વાસ્તવિક વળતર મેળવતી નથી. જોકે જ્યારે ફુગાવાનો દર 8.70 ટકાથી નીચો હોય ત્યારે તે હકારાત્મક વાસ્તવિક વળતર મેળવે છે. 

ગેરેન્ટી : હાલમાં PPF ડિપોઝિટ પરનો વ્યાજદર વાર્ષિક 8.70 ટકા છે, જે 2013-14ના નાણાકીય વર્ષમાં કરવામાં આવેલી ડિપોઝિટ માટે ગેરન્ટેડ છે. આ ડિપોઝિટ પરનો વ્યાજદર દર વર્ષે એપ્રિલ 1 પહેલાં જાહેર કરવામાં આવે છે અને તે સમાન પાકતી મુદતના જી-સેક દર સાથે સંલગ્ન હોય છે, અને તેમાં 0.25 ટકાનો ફર્ક હોઇ શકે છે.

પ્રવાહિતા : આ ખાતામાં 15 વર્ષનો લોક-ઇન નક્કી કરાયો હોવા છતાં PPF તરલ છે. તરલતા ત્રીજા વર્ષથી લોનના સ્વરૂપમાં અને સાતમા વર્ષથી શરતોને આધિન ઉપાડના સ્વરૂપમાં આપવામાં આવે છે.

ક્રેડિટ રેટિંગ : PPF ભારત સરકારની યોજના હોવાથી તેને કોઇ વ્યાપારી રેટિંગની આવશ્યકતા નથી.

બહાર નિકળવાનો વિકલ્પ : ખાતાધારકના મૃત્યુના કિસ્સાના અપવાદ સિવાય પીપીએફ ખાતાને મુદત પહેલાં બંધ કરવાની મંજૂરી નથી આપવામાં આવતી. 

અન્ય જોખમો : સરકારની યોજના હોવાથી આ પ્રોડક્ટમાં બચત સંપૂર્ણ રીતે જોખમ રહિત છે. 

કરવેરાની અસરો : એક નાણાકીય વર્ષમાં મહત્તમ રૂ. 1 લાખ સુધીની બચત સુધી પીપીએફ ખાતામાં કરવામાં આવેલું રોકાણ કલમ 80સી હેઠળ કર કપાતને પાત્ર છે. પાકતી મુદતે, વ્યાજ સહિતની તમામ રકમ કરમુક્ત છે. આ ડિપોઝિટ વેલ્થ ટેક્સથી પણ મુક્ત છે. 

ખાતું ક્યાં ખોલાવવું ?

તમે વિવિધ સ્થળોએ ખાતું ખોલાવી શકો છો જેમ કે:

ખાતું કઇ રીતે ખોલાવવું ?

એક વખત તમે ખાતુ ખોલાવવાનું સ્થળ પસંદ કરો ત્યારબાદ તમારે નીચેના દસ્તાવેજોની જરૂર પડશે:

ડિપોઝિટ કઇ રીતે ચલાવવી ?

યાદ રાખવાના મુદ્દા